જનભાગીદારી ઘ્વારા ખાસ કરીને મહિલા સશકિતકરણ થકી રાજયની શકિત વઘારવા સુનિયોજિત સાંસ્કૃતિક અભગિમથી સ્વચ્છ હવા, સ્વચ્છ જળ અને ભૂમિ સ્વચ્છ રાખવા માટેનો સંકલ્પ.
આ પહેલવૃત્તિની શરૂઆત માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદી દ્વરા શહેરી તથા ગ્રમ્ય વિસ્તારના નવનિર્માણ અને આવનારી પેઢી માટે વહેવારુ જીવનનું રૂપાંતર કરવા થયેલ છે. આ મિશનને તેની ભૂમિકાની રૂપરેખા બનાવવા માટે છુટ્છાટ આપવમાં આવેલ છે. તેને દરેક લાગતા વળગતા વિભાગ સાથે પરમર્શ કરી વિભાગ ની વ્યૂહરચના નક્કી કરવા માટે સત્તા આપવામાં આવેલ છે. હકીકતમાં આ મિશનની શરૂઆત ઘણા બધા વિભાગ સાથે એક “કોરી પાટી” ના સ્વરૂપમાં થયેલ છે. શરૂઆતમાં મોટા ભાગના ભાગ લેનાર વિભાગોને તેમની વ્યૂહરચના નક્કી કરવા માટે મુખ્ય સચિવશ્રી તરફથી માર્ગદર્શન મળેલ, તેમ છતાં, પાછળથી દરેક વિભાગોએ તેમના સચિવશ્રીના સક્રિય માર્ગદર્શન નીચે નવિનતમ વ્યૂહરચના નક્કી કરવાની રહેશે. હવે નિર્મળ ગુજરાતએ સ્વચ્છતા, વાતાવરણ અને જાહેર આરોગ્ય બાબતે ગુજરાતના 25 વિભાગોની પ્રવ્રિત્તિઓનું એક અનોખું કેન્દ્ર બિન્દુ છે. |